Jamnagar News: જામનગરથી 35 કિમી દૂર છે ઝરણાનો અદભુત નજારો, જુઓ વિડીયો - Jamnagar 35 km away from is wonderful
🎬 Watch Now: Feature Video
જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ બાદ મેઘરાજાએ સમગ્ર જિલ્લાની ધરાને વરસાદી ધરાથી તૃપ્ત કરી દીધી છે. તેમાં લાલપુર તાલુકામાં મોસમનો સારો વરસાદ થતાં ખળ ખંભાળિયા ગામ પાસે આવેલા ધોધ જીવંત બન્યા છે. જે ધોધમાં વિપુલ પ્રમાણમાં જળ રાશિની આવક થઈ છે જેના કારણે આ ધોધ પર નયન દરમિયાન દ્રશ્ય સર્જાયા છે. જામનગર થી 35 કિલોમીટર દૂર આવેલા ખડ ખંભાળિયા ગામ પાસેની નાગમતી નદી ની નજીક આ ધોધ આવેલો છે. આ ધોધનું પાણી રણજીતસાગર ડેમમાં જાય છે. અત્યારે આ ધોધ જોવા અને નાહવાની મજા માણવા જામનગર અને આજુબાજુના લોકો શનિ-રવિની રજાઓમાં અહીં ઉમટી પડે છે. પ્રાકૃતિક સૌંદર્ય ચોમાસાની કળાએ ખીલી ઉઠી છે. ચોમાસા દરમિયાન ખળ ખંભાળિયાનો ધોધ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જામનગર વાસીઓ ઉપરાંત ગ્રામ્ય પથકમમાંથી પણ મોટી સંખ્યામાં લોકો અહીં કુદરતી નજારો જોવા ઉમટે છે.લોકો પરિવાર સાથે ધોધ જોવા આવે છે. અહીં ઝરણામાં સ્નાન કરવાનો પણ લ્હાવો લે છે. ખાસ કરીને શનિ રવીના રોજ સહેલાણીઓ અહીં મોટી સંખ્યામાં ઉમટે છે.આમ તો જામનગર પથકમાં વરસાદ પડતાં જામનગરવાસીઓ રણજીતસાગર અને સસોઈ ડેમ પર ટહેલવા માટે જતા હોય છે. જો કે હવે ખડ ખભાળિયાનો ધોધ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જામનગરવાસીઓ તો કુદરતી સૌંદયનો નજરો નિહાળવા વિવિધ જગ્યાએ જતા હોય છે. બાળકો પણ શહેરમાથી ગ્રામ્ય વિસ્તારોમાં પરિવાર સાથે ખડ ખભાળિયાનો કુદરતી ધોધ જોવાનું ચૂકતા નથી.