International Yoga Day 2022: યોગ દિવસ નિમિત્તે બનાવાઈ ભવ્ય રંગોળી - વડોદરામાં યોગ દિવસની ઉજવણી
🎬 Watch Now: Feature Video
વડોદરા : આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર સમગ્ર ભારતમાં અલગ અલગ (International Yoga Day 2022) અંદાજમાં ઉજવણી કરવામાં આવે છે. ત્યારે વડોદરા શહેર કોઈ પણ પ્રસંગ હોય ત્યાર અનોખી ઉજવણી કરતું સામે આવતું હોય છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વડોદરાના (Sahaj Rangoli Group in Vadodara) સહજ રંગોળી ગ્રૂપે 20 જૂનના રોજ ગુજરાત પબ્લિક સ્કૂલમાં રંગોળી બનાવી છે. સહજ ગ્રુપે 40 બાય 40 ફૂટની (Vadodara Yoga Day Celebration) રંગોળી બનાવી હતી. આ રંગોળીમાં આદિ યોગીને દર્શાવવામાં આવ્યા છે. તેમજ અષ્ટાંગ યોગ કરતી પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે. આ રંગોળી બનાવવા માટે 10 કલાકારોને અને 100 કિલોથી (Vadodara Yoga Rangoli) વધુ જેટલો રંગ વાપરવામાં આવ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST