ભારતીય સંસ્કૃતિની અનોખી ઝાંખી કરાવતો ગણેશ મહોત્સવ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 5, 2022, 11:52 AM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

મહેસાણા જિલ્લામાં ઠેર ઠેર ગણપતિજીની મૂર્તિ સ્થાપન કરી મહોત્સવની ભારે ઉલ્લાસ સાથે લોકો ઉજવણી કરી રહ્યા છે, ત્યારે વિસનગર તાલુકાના કાંસા ગામે છેલ્લા 20 વર્ષથી ગણપતિ દાદાના મંદિરે ચોકમાં એક વિશાળ ગણપતિની મૂર્તિ સ્થાપન કરી સાત દિવસ માટે આ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ દરમિયાન તમામ દિવસે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં બાળકોથી લઈને વૃદ્ધ લોકો આ ઉજવણીમાં હર્ષ ઉલ્લાસથી ભાગ લઈ ઉજવણી કરે છે. ગણેશ મહોત્સવ દરમિયાન યોજાતી બાળકોની અને મોટા લોકોની વેશભૂષા સાથે ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓની ઝાંખી કરાવે છે. જેને જોવા માટે આસપાસના ગામના લોકો પણ આ ગામમાં આવી ગણેશ મહોત્સવમાં જોડાય છે, અહીંયા ગણેશ મહોત્સવની એક બીજી વિશેષતાએ પણ છે કે ગણપતિ દાદાની આરતી પૂજા અને આરાધનામાં તમામ સંગીતના વાજિંત્રો ગામ લોકો જાતે જ વગાડે છે, આમ વિવિધતામાં એકતાની ઝાંખી કરાવતા અહીં ઉજવાતો ગણપતિ મહોત્સવ સંસ્કૃતિ ધર્મ અને સંગીતની પરંપરાને આગળ ધપાવી રહ્યો છે. Indian culture overview at Ganesh festival in Mehsana 2022, kansa gaam Ganesha festival program
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.