મુખ્યપ્રધાનના હસ્તે આઝાદી અમૃત લોકમેળા 2022નું થયું ઉદ્ઘાટન અને માણી ચકડોળની મોજ - સુરક્ષા અને સુવિધા માટે કંટ્રોલરૂમ
🎬 Watch Now: Feature Video
રાજકોટ શહેરમાં જન્માષ્ટમી પર આયોજિત લોકમેળાનું (Lokmela on Janmashtami in Rajkot) મુખ્યપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે શહેરની મુલાકાતે પધાર્યા હતા. મુખ્યપ્રધાને રાજકોટમાં જન્માષ્ટમીના તહેવાર પર આયોજિત આઝાદીના અમૃત લોકમેળાનું (Azadi Amrut Lok Mela 2022) ઉદ્ઘાટન કર્યું હતું. આ મેળો આજથી 17થી 21 ઓગસ્ટ એમ પાંચ દિવસ માટે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો (Cultural programs at Janmashtami Lokmela) યોજવામાં આવશે. મેળામાં લોકોની સુરક્ષા અને સુવિધા માટે વહિવટી તંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. લોકમેળામાંથી થયેલી આવકમાંથી રૂપિયા 51 લાખ મુખ્યપ્રધાન રાહત ફંડમાંથી આપવામાં આવશે. આ ઉપરાંત, મેળામાંથી જે આવક થશે તેનો ઉપયોગ નાગરિકો સુવિધાના કામોમાં કરવામાં આવશે. જાહેર જનતાની સુરક્ષા (Protection of the public) માટે CCTV કેમેરા અને 18 જગ્યાએ વોચ ટાવર રાખવામાં આવ્યા છે. આ સાથે ટ્રાફીકની સમસ્યા ન સર્જાય તે માટે 18 સ્થળે પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કાયદો વ્યવસ્થાની જાળવણી માટે 126થી વધુ પોલીસ કર્મચારી તૈનાત કરવાં આવ્યા છે તેમજ લોકોની સુરક્ષા અને સુવિધા માટે ચાર કંટ્રોલરૂમ (Control room for security and convenience) શરૂ કરી દેવાં આવ્યા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રની આગવી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ સમા રાજકોટના પરંપરાગત લોકમેળાનો પ્રારંભ કરાવીને જેને સૌરાષ્ટ્રની લોકબોલીમા ફજર ફાળકો કહેવાય છે. તેવા ચકડોળની સવારીની મોજ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને વરિષ્ઠ અગ્રણી વજુ વાળા સાથે માણી હતી. મેળાના પ્રારંભ અવસરે સહભાગી થયેલા પ્રધાનો જીતુ ભાઈ વાઘાણી, રાઘવજી પટેલ, બ્રિજેશ મેરજા, પૂર્વ મુખ્યપ્રધાન વિજય વગેરેએ પણ ચકડોળની સવારીનો લ્હાવો લીધો હતો.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST