કીચડવાળા રસ્તેથી ગર્ભતી મહિલાને ખાટલા પર લઈ જવા મજબૂર ગ્રામજનો - ખાટલા પર લઈ જવા મજબૂર ગ્રામજનો
🎬 Watch Now: Feature Video
ખેડા :ખેડા જિલ્લાનાં મહુધા તાલુકાના ખુંટજ ગામના( khedas khuntaj village)આંબલાપુરા વિસ્તારમાં વર્ષોથી રસ્તાની સમસ્યા છે. જેમાં ચોમાસામાં આ રસ્તાની હાલત બદથી બદતર (Road problem in Ambalapura area )બને છે. ગ્રામજનોને કાયમ કીચડમાંથી પસાર થવું પડે છે. ક્યારેક કોઈ બિમાર હોય કે અશક્ત વ્યક્તિને લઈ જવી હોય તો ભારે કપરી પરિસ્થિતિ સર્જાય છે. કીચડવાળો રસ્તો હોવાથી વાહન જઈ શકતું નથી. ગામની આ પરિસ્થિતિ દર્શાવતો એક વિડીયો તાજેતરમાં સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. જેમાં એક ગર્ભવતી મહિલાને ખાટલા પર ઉંચકીને કીચડવાળા રસ્તેથી લઈ જવાઈ રહી છે. ગ્રામજનોના જણાવ્યાનુસાર આ રસ્તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મંજૂર થયેલો છે. ગ્રામજનો દ્વારા રસ્તો બનાવવા વારંવાર તંત્રને રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તાજેતરમાં જ માર્ગ મકાન વિભાગને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.ત્યારે વહેલી તકે રસ્તો બનાવવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST