Viral Reels : રાજકોટમાં યુવકોને કારના બોનેટ પર બેસીને રીલ્સ બનાવવી પડી ભારે - સોશિયલ મીડિયામાં
🎬 Watch Now: Feature Video
Published : Dec 20, 2023, 6:51 AM IST
રાજકોટ : સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવા માટે હાલ યુવા વર્ગના લોકોમાં ઘેલછા જોવા મળી રહી છે. ત્યારે આ પ્રકારની એક વધુ ઘટના રાજકોટમાં સામે આવી હતી. રાજકોટના મુંજકા ચોકડી પાસે કેટલાક યુવાનોએ રસ્તા ઉપર જાહેરમાં જ કારમાં બોનેટ ઉપર બેસીને રિલ્સ બનાવી હતી. આ રીલ્સ વાયરલ થઈ હતી. જેને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલિસે આપી સજા : આ રીલ્સ બનાવનાર યુવાન તેમજ કાર સહિત ચાર લોકોની અટકાયત કરીને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે પોલીસે આ યુવાનોને જાહેરમાં જ માફી મંગાવી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી યુવાનોમાં રિલ્સ બનાવવા માટેની ઘેલછા જોવા મળી રહી છે અને પોતાનો તેમજ અન્ય લોકોનો જીવ જોખમાય તે પ્રકારના અલગ અલગ સ્ટંટ કરવામાં આવી રહ્યા છે. જેને લઇને હવે પોલીસ પણ એલર્ટ જોવા મળી રહી છે.