પંચમહાલમાં IPL ટીમ ગુજરાત ટાઇટન્સ માટે અનોખો પ્રેમ - IPL
🎬 Watch Now: Feature Video
પંચમહાલ જિલ્લાના ઘોઘમ્બા તાલુકામાં દામાવાવ ગામ આવેલું છે. છેલ્લા 2 વર્ષથી ગામનો 25 વર્ષીય યુવાન ભાડાની દુકાનમાં હેર સલૂનની દુકાન ચલાવી રહ્યો છેે. દામાવાવ આશરે 3000 જેટલી વસ્તી( Indian Premier League)ધરાવતું ગામ છે. મોટા ભાગે ગામડાના લોકોની અવરજવર હોય છે તેવામાં ભાડાની હેર સલૂનની દુકાન ચલાવતા બે ભાઈઓ પ્રવીણ અને મહેશને નણપનથીજ ક્રિકેટનો શોખ છે. ટીમ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)હાલ IPLમાં મેચ રમી રહી છે. એટલે મેચના શોખ સાથે પોતાના રાજયનું એક અભિમાન પણ આ બન્ને ભાઈઓમાં જોવા મળ્યું અને એમને પોતાની નાની એક ભાડાની દુકાન આગળ એક બેનર માર્યું કે જો IPL ફાઇનલમાં (IPL 2022)ગુજરાત ટાઇટન્સ જીતશે તો એ દિવસે સવાર થી સાંજ સુધી મફત હેર કટિંગ કરી આપીશું. આના પરથી કહી શકાય કે હવે શહેરો બાદ ગામડામાં પણ ક્રિકેટ રસિકો પોતાની મનગમતી ટીમ માટે અલગ અલગ રીતે સમર્થન કરી રહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST