Guru Purnima Celebration : વડવાળા મંદિર ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી - Guru Purnima 2023
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગર : ગતરોજ જિલ્લાભરમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. સફળ વ્યક્તિના જીવનમાં ગુરુનું મહત્વ સાર્થક સાબિત થતું હોય છે. ત્યારે અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરુ ગાદી દુધરેજધામમાં ગુરુપૂર્ણિમા 2023 મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાખો હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
ગુરુપૂર્ણિમા મહોત્સવ : સમગ્ર ભારતમાંથી હજારો હરિભક્તો દુધરેજ વડવાળા દેવના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવા આવે છે. ત્યારે ગુરુપૂર્ણિમાના દિવસે દુધરેજ વડવાળા દેવના સાનિધ્યમાં સંતવાણી, સમાધિ પૂજન, સત્યનારાયણની કથા, ગુરુ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. વડવાળા મંદિરના કોઠારી સ્વામી મુકુંદ સ્વામીએ ગુરુપૂર્ણિમાના દિવસે તમામ માલધારી સમાજ સહિત તમામ લોકોને ગુરુપૂર્ણિમાની શુભેચ્છાઓ પાઠવી હતી. ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, સૌ કોઈએ ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મની જાળવણી ગૌરક્ષા અને ભારતીય સંસ્કૃતિની જાળવણી કરવી જોઈએ.
રબારી સમાજનું આસ્થારૂપી કેન્દ્ર : વડવાળા દેવ દુધરેજધામમાં ભક્તો માટે 24 કલાક પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. વડવાળા દેવ સમગ્ર ભારતમાં રબારી સમાજના આસ્થા રૂપી કેન્દ્ર છે. ત્યારે મહંત કનીરામ દાસ, મુકુંદ રામદાસ તથા મંદિરના સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભવ્ય ગુરુપૂર્ણિમા મહોત્સવ 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ભારતમાંથી હજારોની સંખ્યામાં હરિભક્તો દર્શનાર્થે આવ્યા હતા. ભક્તોએ ગુરુના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
ગુરુનો દરજ્જો : હિન્દુ ધર્મના માતા-પિતાને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. માતા પિતા બાદ જો કોઈને ભગવાનનો દરજ્જો આપવામાં હોય તે ગુરુને આપવામાં આવ્યો છે. તેથી કહેવાય છે. ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુને ફૂલ નહીં તો ફૂલની પાંખડી શુભેચ્છા રૂપે અર્પણ કરવામાં આવે છે. કેટલાક ધર્મ સંપ્રદાયમાં લોકો તેમના વિદ્વાનને દર્શન માટે જતા હોય છે. તેમનો એક જ આશય હોય છે કે, ગુરુ આશીર્વાદ તેમના પર કાયમ માટે રહે. આ દિવસે ભગવાન કૃષ્ણ, અને ભોલેનાથનું ધ્યાન પણ કરવામાં આવે છે તેમજ આ શ્લોકનું પઠન કરવામાં આવે છે.