વડોદરા જિલ્લા કલેક્ટરે યોજી પત્રકાર પરિષદ - વડોદરા જિલ્લા કલેક્ટર અતુલ ગોર
🎬 Watch Now: Feature Video
વડોદરા: ગુજરાત વિધાનસભા સામાન્ય ચુંટણી 2022ના કાર્યક્રમની ચુંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જ્યારે વડોદરા જિલ્લા કલેક્ટર અતુલ ગોરે (Vadodara District Collector Atul Gor) પત્રકાર પરિષદ યોજી હતી. વડોદરા શહેર જિલ્લાના દસ વિધાનસભા મતદાર વિભાગોની સામાન્ય ચુંટણી 5 ડિસેમ્બરના રોજ યોજાનાર (Vadodara District Collector held a PC) છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોરએ જણાવ્યું કે, વડોદરા શહેર જિલ્લાની દસ બેઠકોની ચુંટણી મુક્ત ,ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે. ચૂંટણી દરમ્યાન ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ આદર્શ આચાર સંહિતાનો ચુસ્ત અમલ કરવામાં આવશે. વડોદરા શહેર જિલ્લામાં પુરુષ મતદારો 13,311,74 સ્ત્રી મતદારો 12,70,875 અન્ય મતદારો 223 સહિત કુલ 26,02,272 મતદારો નોંધાયા છે. આ ઉપરાંત 70 સખી મતદાન મથકો, 10 મોડેલ મતદાન મથકો, 19 ઈકો ફ્રેંડલી મતદાન મથકો ઊભા કરાશે.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST