અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું ઓવૈસી અને PM મોદી નહિ હોય તો પણ ગુજરાત હશે - Gujarat assembly elections
🎬 Watch Now: Feature Video
સુરત ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઈ છે. ત્યારે હાલ જેતે પાર્ટીઓ એક્શન મોડમાં આવી ગયા છે. જેતે પાર્ટીના નેતાઓ ગુજરાત આવી પોત પોતાના પાર્ટીના પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. ત્યારે સુરત લિંબાયત વિસ્તારમાં AIMIMના અધ્યક્ષ અસરુદ્દીન ઓવૈસીએ (Asaduddin Owaisi Surat visit) મોટી જનસભા સંબોધી હતી. આ જનસભામાં અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે, ગુજરાત તેમણે બનાવ્યું છે. હવે તમે કહો કે મોદી પહેલા ગુજરાત હતું કે નહીં? ઓવૈસી અને PM મોદી નહિ હશે તો ગુજરાત હશે ને. તો આ ગુજરાતને બનાવવાળા બધા જ છે. તેઓ મુખ્યપ્રધાન બન્યા તો (Asaduddin Owaisi hits out BJP) તેમને ગુજરાત નથી બનાવ્યું. ગુજરાતની જનતાએ ગુજરાતને બનાવ્યું છે. ગુજરાતને સૌરાષ્ટ્રની મહિલાઓએ બનાવ્યું છે. ગુજરાતને ડાંગના આદિવાસીઓએ બનાવ્યું છે. ગુજરાતની વડ ગામના દલિતોએ બનાવ્યું છે. ગુજરાતમાં કારોબારી કરનાર લોકોએ બનાવ્યું છે. રાતના અંધારામાં હીરા ઘસે અને (Gujarat assembly elections) કપડા ઉપર રંગોનું કામ કરે તેમણે બનાવ્યું છે. ગુજરાતને બનાવવાળા આ બધા લોકો છે. વડાપ્રધાન મોદીએ ગુજરાતને બનાવ્યું નથી. (Asaduddin Owaisi meeting in Surat)
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST