વોરાએ ઉમેદવારી નોંધાવી કર્યો હુંકાર, ફરી એક વખત જંગી લીડથી ભાજપ સરકાર બનશે
🎬 Watch Now: Feature Video
ઈડર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને બસ હવે ગણતરીના દિવસો (Sabarkantha assembly seat) બાકી છે, ત્યારે સોમવારે ઉમેદવારી નોંધાવાની છેલ્લી તારીખ હોવાથી ઈડર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર રમણલાલ વોરાએ (Idar Assembly seat) સ્થાનિક વિસ્તારના મતદારો સાથે મોટી સંખ્યામાં રેલી યોજી તાલુકા સેવા સદન ખાતે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું. ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ સતત છઠ્ઠી વખત પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ અગાઉ તેઓ 1995થી 2022 સુધી ઈડરના ધારાસભ્ય સહિત ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ તરીકેની જવાબદારી (Idar Assembly seat Candidate) નિભાવી ચૂક્યા છે. સાથે સાથે શિક્ષણ પ્રધાન સહિત મોટાભાગના મહત્વની જવાબદારીઓમાં પણ રમણલાલ વોરા સતત પ્રયત્નશીલ રહ્યા હતા. જોકે આ તબક્કે તેમને પોતાની ઉમેદવારી રજૂ કરી હતી. સાથે સાથે રમણલાલ વોરાએ (Ramanlal Vora in Idar) ઇડર ખાતે નિવેદન આપતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં ઈડરના પાયાનું પ્રશ્નોનો ઉકેલ લાવવા સતત પ્રયત્નશીલ રહીશ. તેમજ ઈડરના ગૌરવ માટે તમામ પ્રકારના સાથ અને સહકાર માટે પ્રયત્નશીલ રહીશ. જોકે, ગુજરાતમાં આ વખતે ફરી એક વખત જંગી લીડથી ભાજપ સરકાર બનશે તે નક્કી છે અને ભાજપ થકી વિશ્વ ગુરુ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST