Gold Smuggling : દાણચોરીનો નવો આઈડિયા, કંઈક આવી રીતે સાડીમાં છુપાવ્યું હતું સોનું... - 1962 કસ્ટમ એક્ટ
🎬 Watch Now: Feature Video
હૈદરાબાદ : દુબઈથી હૈદરાબાદ સોનાની દાણચોરી કરી રહેલા એક મુસાફરને કસ્ટમ અધિકારીઓએ શમશાબાદ એરપોર્ટ પરથી પકડી પાડ્યો હતો. અધિકારીઓને જાણવા મળ્યું કે એક સાડીમાં 461 ગ્રામ સોનું લઈ જવામાં આવી રહ્યું હતું. જપ્ત કરાયેલા સોનાની કિંમત આશરે 28 લાખ રૂપિયા હોવાનો અંદાજ છે.
સોનાની દાણચોરી : કસ્ટમ અધિકારીઓની શંકાથી બચવા માટે આરોપીએ સોનાની દાણચોરી માટે સાડીમાં ખાસ પોકેટ ગોઠવ્યું હતું. અધિકારીઓએ તપાસ કરતાં તે બહાર આવ્યું હતું. 1962 ના કસ્ટમ એક્ટ હેઠળ પેસેન્જરની નોંધણી કરવામાં આવી હતી. ફરિયાદ નોંધ્યા બાદ તેની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
ભેજાબાજ દાણચોર : એરપોર્ટ પર સોનાની દાણચોરીના બનાવો હવે વધુ બન્યા છે. મોટા પ્રમાણમાં સોનું ઘુસાડતા આરોપીઓ ઝડપાઈ રહ્યા છે. પોલીસ દ્વારા ગમે તેટલા કડક પગલાં લેવામાં આવે તો પણ સોનાની ગેરકાયદે હેરફેર અટકતી નથી. આરોપીઓ વિદેશથી ગેરકાયદેસર રીતે સોનું, ડ્રગ્સ અને વિદેશી ચલણ દેશમાં લાવી રહ્યા છે. પરંતુ આ કિસ્સામાં મોટા ભાગે કસ્ટમ અધિકારીઓ ગેરકાયદેસરની દાણચોરીની વસ્તુ ઝડપી પાડતા હોય છે.
દાણચોરીના કિસ્સા : અગાઉ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દાણચોરીનો પર્દાફાશ કર્યો હતો. દુબઈથી સોનાની દાણચોરી કરતા એક વ્યક્તિ તેમજ સોનાના વેપારીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે માણેકચોક સાંકડી શેરી પાસેથી બે વ્યક્તિની ધરપકડ કરી હતી. જેમાં લાખો રૂપિયાની કિંમતનું સોનુ તેમજ રોકડ રકમ કબજે કરી કુલ 80 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.