Gir Somnath: તાલાલા ભાજપના ધારાસભ્ય ભગવાન બારડે 10 કલાક વીજળી આપવાની કરી માંગ - વીજળી
🎬 Watch Now: Feature Video
Published : Aug 30, 2023, 9:24 PM IST
ગીર સોમનાથ : ગીર સોમનાથ જિલ્લાના તાલાલા બેઠક પરના ભાજપના ધારાસભ્ય ભગવાન બારડે રાજ્યના ઊર્જાપ્રધાનને પત્ર લખીને ગીર સોમનાથ જિલ્લાને ખેતીલાયક વીજળી 10 કલાક આપવાની માંગ કરી છે. ગઈકાલે રાજ્ય સરકારે ખેતીલક્ષી વીજળી 10 કલાક આપવાની જે જાહેરાત કરી છે તે જિલ્લામાં સોમનાથ જિલ્લાનો સમાવેશ કરાયો નથી. જેથી ધારાસભ્યે આજે પત્ર લખીને ગીર સોમનાથ જિલ્લાનો સમાવેશ સરકારની યોજનામાં થાય તેવી માંગ કરી છે. ગઈ કાલે જિલ્લાના ખેડૂતોએ વરસાદની ઘટ અને ખેંચની સામે પાણી હોવા છતાં પણ ખેડૂતો ચોમાસુ પાકને પીયત આપી શકતા નથી આવી સ્થિતિમાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળતો હતો. ત્યારે ગઈકાલે રાજ્ય સરકારે જે જાહેરાત કરી તેમાં પણ ગીર સોમનાથ જિલ્લાનો સમાવેશ કરાયો ન હતો. ત્યારે આજે તાલાલાના ધારાસભ્ય ભગવાન બારેડે રાજ્યના ઊર્જાપ્રધાન કનુભાઈ દેસાઈને પત્ર પાઠવીને જિલ્લાનો સમાવેશ 10 કલાક વીજળી આપવાની સરકારી યોજના અંતર્ગત કરવામાં આવે તેવી માંગ કરી છે.
- Banaskantha News: હવે ખેડૂતોને 8 કલાકને બદલે 10 કલાક મળશે વીજળી, બનાસકાંઠાના ખેડૂતોએ વીજળીની જગ્યાએ સિંચાઇના પાણીની કરી માંગ
- Gujarat Budget Session 2023 : બે વર્ષમાં સરકારે ટાટા અને એસ્સાર પાસેથી 8788 કરોડની વીજળીની ખરીદી કરી, ભાવ મુદ્દે ઉકળી કોંગ્રેસ
- Electricity Theft : પહેલા પેમેન્ટ પછી વીજળી, વીજ ચોરીને નાબૂદ કરવા લાગશે સ્માર્ટ મીટર