CM Bhupendra Patel: પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ચાર કરોડ પરિવારોને ઘરનું ઘર મળ્યું: ભુપેન્દ્ર પટેલ
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરના સરખેજમાં આયોજિત વાલ્મીકિ સફાઈ કામદારોના સ્નેહમિલનમાં હાજરી આપી હતી અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજે વાલ્મીકિ સમાજના પરિવારોને ઘરનું ઘર પ્રાપ્ત થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોને કારણે આજે ગરીબોને તેમના સપનાનું ઘર મળી રહ્યું છે. દેશભરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ચાર કરોડ પરિવારોને ઘરનું ઘર મળ્યું છે. વર્ષ 2047માં વિકસિત ભારત બનાવવાના વડાપ્રધાનના સપનાને સાકાર કરવા માટે તમામ સમાજનો સહયોગ અનિવાર્ય છે. આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી કેન્દ્ર અને રાજ્ય સરકાર જન કલ્યાણની યોજનાઓનો લાભ લાભાર્થીઓને ઘરે બેઠા પ્રાપ્ત થઈ રહ્યો છે, આ અવસરે મુખ્યમંત્રીએ નવા મકાન મેળવનાર લાભાર્થીઓને મળી તેમને અભિનંદન પાઠવ્યા હતા. આ સમારોહમાં ધારાસભ્ય અમિત ઠાકર તથા વાલ્મીકિ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.