ચાર ગામનો રસ્તો બન્યો માથાનો દુખાવો !
🎬 Watch Now: Feature Video
રાજકોટ : ધોરાજી-ઉપલેટા તાલુકાના ગામડાઓમાં વરસાદ પડતાની (Rain in Rajkot) સાથે જ રસ્તાઓ બિસ્માર હાલત જોવા મળેલા છે. જેમાં એક ગામડામાંથી બીજા ગામડામાં જવું હોય ત્યારે ખખડધજ રસ્તામાં લોકોને (Damage to Dhoraji Upaleta Road) અવર-જવર માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારના જોડતો રસ્તો જેવા કે ભોળા, ભોલગામડા, છાડવાવદર, ચીખલીયા ગામના મુખ્ય માર્ગ પણ વરસાદી પાણીથી માર્ગ ધોવાઇ જતા લોકોને ભારે તકલીફ પડી રહી છે. રસ્તા પર મોટરસાયકલ સ્લીપ થવાના બનાવો તેમજ નાના-મોટા (Damage to roads in Rajkot) અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. જેને લઈને અહિયાંથી પસાર થતા લોકોને ભારે તકલીફ પડી રહી છે અને વાહનવ્યવહારમાં પણ ભારે તકલીફ થાય છે તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું કે, જવાબદાર તંત્ર તાત્કાલિક ગામડાઓના બિસ્માર હાલતમાં થયેલ રસ્તાઓનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST