કેશોદમાં દલિત સમાજે વજુભાઈ વાળા વિરૂદ્ધ કાર્યવાહીની માગ સાથે આપ્યું આવેદનપત્ર - Former Governor of Karnataka Vajubhai Vala

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 29, 2022, 12:14 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

કેશોદમાં દલિત સમાજે (Dalit community in Keshod) કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા (Former Governor of Karnataka Vajubhai Vala) વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે. જૂનાગઢના કેશોદ મામલતદાર કચેરી ખાતે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા રોષ સાથે મોટી સંખ્યામાં એકત્ર થઈ મામલતદારને ( Keshod Mamlatdar Office) આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કેશોદ સહિત આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોમાંમાંથી કેશોદના મામલતદાર કચેરી ખાતે પહોંચી અનુસૂચિત સમાજના યુવા અગ્રણી આગેવાનો અને યુવાનો એકઠા થયા હતા. ત્યારે બીજી તરફ કેશોદના યુવા અનુસૂચિત જાતિના અગ્રણીઓ યુવાનો આવેદનપત્ર આપતા પહેલા એક દિવસ અગાઉ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે અનુસૂચિત યુવા અગ્રણી અવિનાશ પરમાર સાથે ફરિયાદ નોંધાવા પહોંચ્યા હતા. તેમની ફરિયાદ ન લેવામાં આવતા પોલીસ મથક બહાર વજુભાઈ વાળા વિરુદ્ધ સૂત્રોચાર સાથે નારા પણ લગાવવામાં આવ્યા હતા. થોડા દિવસ પહેલા રાપર ની અંદર એક ચૂંટણીલક્ષી જાહેર સભામાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને વિધાનસભાના સ્પીકર પણ રહી ચૂકેલા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ મોટા નેતા ગણાતા વજુભાઈ વાળા દ્વારા અનુસૂચિત જાતિ વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી હતી. જેમાં તેમણે જાહેરમાં જ્ઞાતિ અપમાનિત અને ગેર બંધારણીય શબ્દોનો પ્રયોગ કર્યો હતો. વજુભાઈ વાળા દ્વારા અપમાનીત શબ્દોના કારણે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે કેશોદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.