Cyclone Biparjoy: કચ્છના નલિયામાં દરિયાકિનારા આસપાસના ગામોમાં ભારે પવન ફુંકાયો - Biparjoy Cyclone hit Gujarat

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 15, 2023, 6:40 PM IST

કચ્છ: હાલ 'બિપરજોય' વાવાઝોડું જખૌથી 80 કિલોમીટર દૂર છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 'બિપરજોય' વાવાઝોડું આજે જખૌ પોર્ટ નજીકથી પસાર થવાની સંભાવના છે. કચ્છના નલિયામાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. દરિયાકિનારા આસપાસના ગામોમાં ભારે પવન ફુંકાઈ રહ્યો છે. કેટલાક સ્થળો પર ઝાડ પડ્યા છે. દરિયાકાંઠા વિસ્તારમાં અતિભારે પવન ફૂંકાવાને કારણે અનેક સ્થળો પર વૃક્ષો, વીજપોલ અને શેડ ધરાશાયી થયાં છે. 

તંત્ર એલર્ટ: હવામાન વિભાગની આગાહી મુજબ, 'બિપરજોય' વાવાઝોડું આજે જખૌ પોર્ટ નજીકથી પસાર થવાની સંભાવના છે. વાવાઝોડું રાત્રે 9થી 10 વાગ્યાની આસપાસ ટકરાશે એવું અનુમાન લગાવવામાં આવ્યું છે તેમજ પવનની ગતિ પણ 115-125 kmph રહેવાની સંભાવના છે. તંત્ર દ્વારા વાવાઝોડાને પહોંચી વળવા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. 

તોફાની પવન: બિપરજોય'ની સૌથી વધુ અસર કચ્છ જિલ્લામાં થવાની શક્યતા છે. કચ્છમાં અત્યારથી જ તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. ભચાઉના જંગી-લલિયાણા રોડ પર 66 કેવીનો વિશાળ વીજપોલ જમીનદોસ્ત થયો હતો. આ સિવાય માનકૂવા પાસે પણ એક વિશાળ વીજપોલ ધરાશાયી થયો હતો.

  1. Cyclone Biparjoy: વાવાઝોડું મોટી વરસાદી આફત લઈને આવશે, કચ્છમાં સૌથી વધારે અસર થશે: અંબાલાલ
  2. Cyclone Biparjoy: વાવાઝોડું લેન્ડ ફોલ થાય તે પહેલા જ કચ્છમાં નુકસાનીના દ્રશ્યો આવ્યા સામે, જુઓ વીડિયો

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.