પોરબંદરના બંદર પર નવ નંબરનું સિગ્નલ લગાવાયું - porbandar biporjoy
🎬 Watch Now: Feature Video
પોરબંદર: આ સિગનલ ખતરાનો સંકેત સૂચવે છે. હાલ બીપરજોય વાવાઝોડાની અસર વધતી જતી હોય તેવું વર્તાઈ રહ્યું છે. દરિયાના મોજા તથા પવનની ગતિમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આગામી સમયમાં વધુ સંકટ સમય બને તેવી સ્થિતિ સર્જાય છે. પોરબંદરમાં 4,500 જેટલી બોટ દરિયા કિનારે પાર્ક કરવામાં આવી છે. માછીમારોના દરિયો ન ખેડવાની સૂચના આપી છે. આ ઉપરાંત જાનમાલનું નુકસાન ન થાય તે માટે પણ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત કોસ્ટગાર્ડ ,નેવીની ક્વીક રિસ્પોન્સ ટીમ તૈનાત કરવામાં આવી છે. કોસ્ટગાર્ડની બે ટિમ તથા નેવીની ચાર રેસ્ક્યુ બોટ સ્ટેન્ડ ટુ કરવામાં આવી છે. જામનગરથી આર્મી પણ જરૂર પડશે તો બોલાવવામાં આવશે. આર્મી ટુકડીને એલર્ટ કરવામાં આવી છે. 25 જવાનો સાથે એનડી.આર.એફની એક ટીમ આવી છે. સ્થળાંતર માટે સંભવિત 31 જેટલા દરિયાકિનારોના ગામમાં સંપર્ક અસરગ્રસ્ત બની શકે તેવાનું લિસ્ટ બનાવી 297 આશ્રય સ્થાનની વ્યવસ્થા કરાઈ છે. સામાજિક સંસ્થાઓને ફૂડ પેકેટનું આયોજન કરવા પણ જણાવી દેવાયું છે. તંત્ર દ્વારા સંકલનપૂર્વક કામગીરી કરાઈ રહી છે. જિલ્લા કલેકટરે અફવાઓથી દૂર રહેવા અને જરૂર પડીએ હેલ્પલાઇન નંબર 1077 પર સંપર્ક કરવા જણાવ્યું હતું. પોરબંદર પોલીસ વિભાગ દ્વારા પણ તમામ કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં એલર્ટ જાહેર કરી દેવાયા છે. આ ઉપરાંત સાગર રક્ષક દળ 24 કલાક પોલીસ સ્ટેશનમાં હશે. પોલીસની બહાર ટીમ તેનાત રહેશે. એક મોબાઇલ પીસીઆર વાન રહેશે તથા દુર્ઘટના અથવા કોઈ મુશ્કેલી આવે ત્યારે નજીકના પોલીસ સ્ટેશન અથવા તો 100 નંબર પણ લોકો મદદ માગી શકે છે તેમ પોરબંદરના એસપી રવિ મોહન સૈની એ જણાવ્યું હતું