Cyclone Biparjoy: વાવાઝોડું લેન્ડ ફોલ થાય તે પહેલા જ કચ્છમાં નુકસાનીના દ્રશ્યો આવ્યા સામે, જુઓ વીડિયો - Biparjoy Cyclone hit Gujarat
🎬 Watch Now: Feature Video
કચ્છ: 'બિપરજોય' વાવાઝોડું જખૌથી 80 કિલોમીટર, નલિયાથી 150 કિલોમીટર દૂર છે. હવામાન વિભાગની આગાહી મુજબ બિપરજોય વાવાઝોડું આજે જખૌ પોર્ટ નજીકથી પસાર થવાની સંભાવના છે. વાવાઝોડું રાત્રે 9થી 10 વાગ્યાની આસપાસ ટકરાશે એવું અનુમાન લગાવવામાં આવ્યું છે. જો કે વાવાઝોડું લેન્ડ ફોલ થાય તે પહેલા કચ્છમાં નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. વાવાઝોડાની અસરના પગલે ભારે પવન ફુંકાતા જિલ્લામાં ઠેર ઠેર વીજપોલ ધરાશાયી થઈ ગયા છે. જેમાં કુલ 22 જેટલા પોલ ધરાશાયી થયા છે, જ્યારે 2 જેટલા ટ્રાન્સફોર્મરમાં નુકસાન થયું છે. આ મામલે PGVCLના સુપ્રિટેનડેન્ટ એન્જિનિયરે જણાવ્યું હતું કે ભારે પવન ફુંકાવાના કારણે વૃક્ષો વાયર પર પડતાં પોલ ધરાશાયી થઈ રહ્યા છે.
15 જૂનના ટકરાશે બિપરજોય વાવાઝોડુ : અરબી સમુદ્રમાં સર્જાયેલું પ્રચંડ ચક્રવાત બિપરજોય તારીખ 15 જૂનના સાંજે ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી અને કરાંચી વચ્ચે ત્રાટકશે. આ દરમિયાન 150 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. ગુજરાત અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં બુધવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ વાવાઝોડું 15 જૂનના રોજ સાંજે 6થી 9.30ની વચ્ચે જખૌ પર ટકરાઈ શકે છે.