General Duty Assistant : જામનગરમાં મહામારી સામે લડવા માટે કોર્ષ કરાયો શરૂ - Jamnagar ITI Course
🎬 Watch Now: Feature Video
જામનગર : જામનગર જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીના અધ્યસ્થાને DSC ની (ડિસ્ટ્રિક્ટ સ્કીલ કમિટી) 5 મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોના કાળમાં હેલ્થ વર્કરની જરૂરિયાતને ધ્યાને રાખી જનરલ ડ્યુટી આસિસ્ટન્ટનો (General Duty Assistant) કોર્ષ ચાલુ કરવાની વિચારણા હતી. આ મિટિંગમાં આ વર્ષે બ્રાસ સીટી જામનગરને કુશળ માનવ બળ મળી શકે તે માટે કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી અંર્તગર્ત નવા બ્રાસને લગતા કોર્ષ બનાવી ગાંધીનગર મંજૂરી માટે મોકલવામાં આવેલી છે. આ કોર્ષ ઓગસ્ટ 2022 સુધીમાં ચાલુ (Jamnagar ITI Course) કરવામાં આવશે તેવી જાણકારી મળી રહી છે. આ બેઠકમાં UNDP દ્વારા સ્કીલને લગતા કોર્ષ ચાલુ રાખવા ITI ને મદદ કરશે તેવી માહિતી મળી રહી છે. ITI ના આચાર્ય એમ.એમ. બોચીયાએ જણાવ્યું કે, સમય પ્રમાણે હાલ જરૂરિયાત ઉભી થઇ છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગ માંથી આવતી યુવતીઓ મસમોટી ફી ચૂકવી શકતી નથી. જેના કારણે તે ભણી (Jamnagar General Duty Assistant Course) પણ નથી શકતી. ત્યારે યુવતીઓને વિના મૂલ્યે આ કોર્સમાં એડમિશન આપવામાં આવશે. આ બેઠકમાં કલેકટર ડૉ. સૌરભ પારધી, ગ્રામ વિકાસ એજન્સીના ડિરેક્ટર રાયજાદા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કીર્તન રાઠોડ, ITI ના આચાર્ય એમ. એમ. બોચીયા, રોજગાર અધિકારી સરોજ સાંડપા, લેબર ઓફિસર ધ્વનિ રામી તથા અન્ય અધિકારીઓ અને ઔદ્યોગિક એકમોના પ્રમુખઓ હાજર રહ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST