કોંગ્રેસે માછીમારોના વિકાસની કરી વાત, આપ્યું વહાણવટા ઉદ્યોગને પ્રોત્સાહન - પ્રદૂષણ પ્રતિબંધ કાયદો

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 22, 2022, 7:13 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

ભાવનગર આગામી સમયમાં યોજાનાર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને (Gujarat Assembly Election 2022) લઈને વિવિધ રાજકીય પાર્ટીઓ પોતાના વિવિધ વચનોની લ્હાણી પ્રજા માટે કરી રહી છે. જો તેની સરકાર રાજ્યમાં બનશે તો તેમણે કરેલી જાહેરાત મુજબ સુવિધાઓ આપવામાં આવશે. આજે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ (Congress Working President) ઋત્વિક મકવાણાએ માછીમારોના વિકાસની વાત કરી હતી. શહેરમાં આજે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઋત્વિક મકવાણાએ માછીમારોના વિકાસની વાતને લઈ વાત કરી તેમાં તેની સાથે તળાજાના ધારાસભ્ય કનુ બારૈયા પણ જોડાયા હતા.આગામી વિધાનસભા 2022ની ચૂંટણીમાં જો કોંગ્રેસની સરકાર બનશે તો ગુજરાતના માછીમારોના વિકાસ માટે એક રોડ મેપ રજૂ કર્યો હતો. જેમાં માછીમારો બોટ માલિકોને 30 હજાર લીટર સેલટેક્ષ મુક્ત ડીઝલ, માછીમારી સમયે પકડાયેલા અને પાકિસ્તાનમાં જેલ ભોગવતા માછીમાર (Fisherman jailed in Pakistan) પરિવારને રોજના રૂપિયા 400 તેમજ પાકિસ્તાનના કબજામાં રહેલા માછીમારોની બોટ જો તે પરત ન કરે તો બોટ માલિકોને બોટ બાંધવા 50 લાખ રૂપિયાનું આર્થિક પેકેજ (Economic package to boat owners) આપવામાં આવશે. 2004થી બંધ થયેલી NCDCની સહાય યોજના ( NCDC Assistance Scheme) શરૂ કરવા, જીંગા ઉછેર માટે ફાર્મ અને જમીન ફાળવવા પરંપરાગત માછીમાર સમુદાયોને અગ્રતા તેમજ માછીમારો માટે વિશાળ માછીમાર વ્યાપાર (Fisherman Business Zone) ઝોન ઉભો કરાશે. માછીમારોને ઘરનું ઘર મળી રહે તે માટે શહેરો અને ગામોમાં અલગ વસાહતો ઊભા કરશે, સમુદ્ર તળાવોમાં ઔદ્યોગિક કચરો (Industrial wastes in sea lakes)અને પ્રદૂષણ પ્રતિબંધ મુકતો કાયદો (Pollution Prevention Act) લવાશે. માછીમાર પરિવારના બાળકો માટે શિષ્યવૃતિ, દેશી વહાણવટા ઉદ્યોગને પ્રોત્સાહન વગેરે ની જાહેરાત કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.