યાત્રાધામ અંબાજી બન્યું માથાભારેનું ધામ, કર્મચારીને માર મારતો વીડિયો વાયરલ - ગુજરાતમાં ક્રાઈમ રેટ
🎬 Watch Now: Feature Video
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ક્રાઈમ રેશિયો વધતો જ જઈ રહ્યો છે. આ સાથે જ, માથાભારે તત્વોનો આતંક એટલો વધી રહ્યો છે કે, પોલીસ પ્રશાસનના ડર રાખ્યા વગર કોઈ પણની સાથે મારપીટ, લૂંટ, ચોરી કરીને ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તેવી જ એક ઘટના યાત્રાધામ અંબાજીમાં બની છે. અંબાજીની મહેસાણા વાળી ધર્મશાળામાં ઘૂસી બે શખ્સોએ ત્યાંના કર્મચારીને ઢોર માર માર્યો હતો. આ અસામાજીક તત્વોએ મારમારતા હોવાનો વીડિયો પણ ઉતાર્યો હતો. જણાવી દઈએ કે, કોઈ નજીવી બાબતે ધર્મશાળાના કર્માચારી સાથે બોલાચાલી થઈ અને આ બાદ જાણે તેમને માર મારવા જ આવ્યા હોય તે રીતે કેમેરા સામે કર્મચારીને મારવામાં આવ્યો હતો. તેમને એટલો માટ મારવામાં આવ્યો કે આખરે તે જોર જોરથી બૂમો પાડીને રડવા લાગ્યો હતો. શા માટે આ કર્મચારીને માર મારવામાં આવ્યો છે તેની યોગ્ય માહિતી પ્રાપ્ત થઈ શકી નથી, પરતું આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. Clashed with Dharamshala employee , Clashed Viral Video, Crime in Yatradham Ambaji
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST