અંબાજીમાં બાળ ભીક્ષા મુક્ત અભિયાનની શરુઆત, બાળકો ભીખ માગતા નજરે પડે તો કરો આ કામ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 21, 2022, 4:10 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

અંબાજી : મહત્તમ યાત્રાધામોમાં મંદિરની (Shaktipeeth Ambaji Temple) આસપાસ કેટલાક લોકો ભીક્ષાવૃત્તિ કરતા જોવા મળતા હોય છે. જેમાં કેટલાક જરૂરિયાત મંદ હોય છે. કેટલાક લોકો આ ભિક્ષાવૃત્તિને પોતાનો વ્યવસાય બનાવી લીધો હોય તેવું પણ જોવા મળતું હોય છે. શક્તિપીઠ અંબાજી મંદિરમાં પણ રોજના હજારો શ્રદ્ધાળુઓમાં (Ambaji temple Children begging) અંબાના દર્શને આવે છે. ત્યાં બહાર નિકળવાના દરવાજા ઉપર ભીક્ષહકોના ટોળા જોવા મળતા હોય છે. તેમાં પણ ખાસ કરીને મોટા ભિક્ષુકો પોતાના બાળકોને પણ સાથે જોડી ભીખ મંગાવતા હોય છે. જે રીતે ગબ્બર ઉપર પણ ભિક્ષાવૃત્તિ જોવા મળતી હતી. શ્રીશક્તિ સેવા કેન્દ્રના સંચાલક ઉષાબેન અગ્રવાલ દ્વારા ગબ્બર પંથકમાં ભિક્ષાવૃત્તિ બંધ કરવાનું તેના બાળકોને ભીખે નહીં પણ ભણવા જઈએ તેવા સ્લોગન સાથે ગબ્બર પંથકમાં ભીખ વાગતા બાળકોની જિંદગી બદલી નાખી છે. ત્યારે હવે ઉષા બહેને અંબાજી પંથકમાં પણ મંદિરની આસપાસ જે ભિક્ષાવૃત્તિ કરતા બાળકો છે. તેમની ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. ભિક્ષાવૃત્તિ મુક્ત કરવા માટે ઉષાબેન અગ્રવાલ દ્વારા આજે અંબાજીમાં એક વિશાળ રેલીનું આયોજન કરી અંબાજી ધામ બાળ ભીક્ષા મુક્ત અભિયાનની શરુઆત કરવામાં આવી છે. આ રેલી સમગ્ર અંબાજી શહેરમાં ફરી હતી. તમામ વેપારીઓ સહિત યાત્રિકોને પણ એ સૂચના કરી હતી કે કોઈપણ બાળક જો ભીખ માગતો નજરે પડે તો તેમના સૂચવેલા નંબર ઉપર જાણ કરવા જણાવ્યું હતું. આ નામ મળતા શ્રી શક્તિ સેવા કેન્દ્રના સંચાલકો દ્વારા ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને લઈ જઈ અને ભણવા તરફ જોતડવાની સાથે અન્ય રોજગારી તરફ વાળવાના પ્રયાસ કરવામાં આવશે. તેમ તેમને જણાવ્યું હતું. આમ કરીને ગુજરાત નહીં પણ સમગ્ર ભારતભરમાં કદાચ અંબાજી પ્રથમ એવું ધામ બનાવવાની એમની અપેક્ષાઓ છે કે અંબાજીધામ બાળ ભિક્ષાવૃત્તિથી મુક્ત બને.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.