Chaitri Navratri 2023: ચૈત્રી નવરાત્રી શરૂ થતા અંબાજીમાં આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો - Ambaji morning aarti

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 22, 2023, 11:36 AM IST

અંબાજી: આજે 22 માર્ચ બુધવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. ઉત્તર ગુજરાતમાં આવેલા શક્તિપીઠ અંબાજી ખાતે આવતા હજારો ભાવિકોને દર્શન અને આરતીનો લાભ સરળતાથી મળી રહે તે માટે અંબાજી મંદિરમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

નોંધી લો આ સમય: હિંદુઓના વિક્રમ સવંતના નવા વર્ષ ના પ્રારંભથી દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને ચૈત્રી નવરાત્રીના ઘટ્ટ સ્થાપનનો પણ સમય નક્કી કરાયો છે, જે ઘટ્ટ સ્થાપન મંદિરના સભા મંડપમાં કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે ઘટ્ટ સ્થાપન સવારે 8.30 થી 9.30 કલાક સુધીમાં કરાશે, જયારે સવારની આરતી 7.30 ના બદલે 7.00 કલાકે થશે.

રાજભોગ દર્શન:બપોરે રાજભોગ 12.30 ના બદલે 12.00 કલાકે થશે. જયારે સાંજ ની આરતી 6.30 ના બદલે 7.00 કલાકે કરવામાં આવશે. અંબાજી મંદિરના બદલાયેલા દર્શન, આરતીના સમય ઉપર એક નજર કરીએ તો સવારે આરતી -7.00 થી 7.30 કલાક સુધી થશે.  સવારે દર્શન -7.30 થી 11.30 સુધી થશે.

આ પણ વાંચો Ambaji Temple: શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળની રિએન્ટ્રી, ભક્તોમાં અનેરી ખુશી

બપોરનો સમય: બપોરે દર્શન -12.30 થી 16.30 કલાક સુધી થશે. સાંજે આરતી-7.00 થી 7.30 કલાક સુધી થશે. સાંજે દર્શન 7.30 થી રાત્રી ના 9.00 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. ચૈત્ર સુદ આઠમ તારીખ -29/03/2023 એ અને ચૈત્ર સુદ પૂનમ તારીખ 06/04/2023 ની સવારની મંગળા આરતી સવારે 6.00 કલાકે કરવામાં આવશે.

શૈલપુત્રીની પૂજા: નવરાત્રિનો દરેક દિવસ દેવી માતાના ચોક્કસ સ્વરૂપને સમર્પિત છે અને દરેક સ્વરૂપની પૂજા કરવાથી અલગ-અલગ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. નવરાત્રીના પહેલા દિવસે માતા દુર્ગાના પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે.

આ પણ વાંચો Ambaji Temple : અંબાજી મંદિરમાં મોહનથાળ અને ચિક્કીનો બંને પ્રસાદ મળશે, સરકારની સતાવાર જાહેરાત

પૂજાનું ફળ: દુર્ગા સપ્તશતીના એક પાઠ કરવાથી સફળતા મળે છે, ત્રણ પાઠ વિક્ષેપ દૂર થાય, વૈશ્વિક શાંતિ માટેના પાંચ પાઠ, ભયમાંથી મુક્તિના સાત પાઠ, યજ્ઞ જેવા પરિણામોના નવ પાઠ, રાજ્ય પ્રાપ્તિના 11 પાઠ, ક્રિયાના 12 પાઠ, ચૌદ પાઠ વશીકરણ દૂર કરવા, પંદર પાઠ તેનાથી સુખ અને ઐશ્વર્ય માટે, સોળ પાઠથી ધન અને પુત્ર પ્રાપ્તિ, સત્તર પાઠથી શાહી ભય અને શત્રુ રોગથી મુક્તિ, વીસ પાઠથી ગ્રહદોષ શાંતિ અને પચીસ પાઠથી બંધનમાંથી મુક્તિ મળે છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.