કેન્દ્ર સરકારે નેશનલ સોલ્ટ મેમોરિયલ પર કર્યો કરોડોનો ખર્ચ પણ તંત્ર પડ્યું આ રીતે ખુલ્લું - Minister of Fisheries Animal Husbandry and Dairy Minister

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 12, 2022, 7:47 PM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

નવસારી હર ઘર તિરંગા(Har Ghar Tiranga) કાર્યક્રમ અંતર્ગત સેફિ વિલા પાસે વરસાદના પાણી ભરાતા Rain water near Safi Villa સરકારી બાબુઓ પાણીમાંથી રસ્તો કરતા જોવા મળ્યા હતા. હર ઘર તિરંગા કાર્યક્રમમાં દાંડી ખાતે મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી પ્રધાન Minister of Fisheries Animal Husbandry and Dairy Minister પરષોત્તમ રૂપાલાના આગેવાનીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વરસાદને કારણે ગાંધીજીના નમક સત્યાગ્રહના ઉતારા એવા સેફિ વિલા પ્રવેશદ્વાર પાસે જ વરસાદી પાણી ભરાયું હતું. પાણીમાંથી રસ્તો કરવા માટે જલાલપુર મામલતદાર સહિત સરકારી કર્મચારીઓ જાતે બ્લોક મૂકી આબરૂ સાચવવાનો પ્રયાસ કર્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યારે પ્રધાન પરષોત્તમ રૂપાલા આવ્યા ત્યારે તેઓએ પણ પાણીની વચ્ચે મુકેલા બ્લોક પર પગ મૂકી પાણીથી બચીને આગળ વધ્યા હતા. કેન્દ્ર સરકારે નેશનલ સોલ્ટ મેમોરિયલ National Salt Memorial પર કરોડોનો ખર્ચો કર્યો છે, પરંતુ ઐતિહાસિક સ્થળ પર Rainwater on a historical site વરસાદી પાણીને દૂર કરી શકાય એવી કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. વહીવટી તંત્રની બેદરકારી સામે દેખાઈ આવી હતી.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.