Celebrate 31st December: સાવધાન ! 31stની ઉજવણી ક્યાંક જેલમાં ન કરવી પડે, પોલીસ દ્વારા કડક ચેકિંગ - bye bye 2023

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Dec 31, 2023, 12:56 PM IST

વાપી: 31 ડિસેમ્બરને લઈને રાજ્યની પોલીસ એલર્ટ બની છે. દમણથી ગુજરાત આવતાં લોકોનું વાપી દમણની સરહદ પર વલસાડ જિલ્લાની વાપી ટાઉન પોલીસ દ્વારા ચેંકિગ શરૂ કરાયું છે. ઉલ્લેખનીય છે કે દમણથી અનેક લોકો દારૂનું સેવન કરીને ગુજરાત આવતાં હોય છે. ત્યારે ડાભેલ ચેકપોસ્ટ ખાતે, કચિગામ ચેકપોસ્ટ ખાતે પોલીસ જવાનોએ દમણ તરફથી આવતા વાહન ચાલકોનું ચેંકિગ હાથ ધર્યું હતું. જે અંતર્ગત વાપી ટાઉન વિસ્તારમાં આવતા ચેકીંગ દરમ્યાન બન્ને ચેકપોસ્ટ પરથી અંદાજિત 50 જેટલા પીધેલાઓને પકડી ટાઉન પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. પોલીસ જવાનોએ દમણ તરફથી આવતા કાર ચાલકો, બાઇક ચાલકો, રીક્ષા ચાલકો, રિક્ષામાં સવાર મુસાફરોનું બ્રેથ એનેલાઈઝરથી ચેકીંગ કર્યું હતું. તેમજ વાહનોની ડિક્કી સહિત વાહનોમાં માલ સામાનની તપાસ કરી હતી. પોલીસની આ કાર્યવાહીથી દમણ તરફથી આવતા વાહન ચાલકોમાં અને શરાબીઓમાં ફફડાટ ફેલાયો હતો

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.