Black Stone Quarry Strike : સ્ટોન ક્વોરી ઉદ્યોગોના માલિકોની હડતાળ સામે સરકાર ઝુકી - Demand Owners of Stone Quarry Industries

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 25, 2022, 2:26 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

તાપી : સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લામાં 1 મે થી સ્ટોન ક્વોરી ઉદ્યોગના (Black Stone Quarry Strike) માલિકોએ કેટલીક પડતર માંગણીઓને કારણે હડતાળ પર ઉતર્યો હતા. જેને લઈ રાજ્યના 3 હજાર જેટલા ક્વોરી ઉદ્યોગ ઠપ્પ થઈ ગયા હતા. જેને પગલે સરકારને દૈનિક કરોડોની ખોટ સાથે મજૂરો પણ બેકાર બન્યા હતા, ત્યારે આ અડતાળને લઈને રાજ્ય બ્લેક સ્ટોન ક્વોરી એસોસિએશનના પ્રમુખ હિતેન્દ્ર ઉપાધ્યાએ જણાવ્યું કે, મુખ્યપ્રધાન અને પ્રદેશ પ્રમુખ દ્વારા અમારી પડતર માંગણીનું નિરાકરણ (Demand Owners of Stone Quarry Industries) હાલ આવી ગયું છે. જ્યારે કેટલાક અધિકારીઓ અમને સહકાર ન આપી રહ્યા હોવાથી જેને લઈ અમે હડતાળનો માર્ગ અપનાવ્યો હતો. જ્યારે આ હડતાળને પગલે રાજ્ય સરકારને દૈનિક 50 કરોડનું નુકસાન થવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. જ્યારે અત્યાર સુધીમાં અંદાજે 800 કરોડથી વધુનુ સ્ટોન ક્વોરીના હડતાળથી (Black Stone Quarry strike in Tapi) નુકશાન થવા પામ્યું છે. સરકાર અને એસોસિએશનનું સમાધાન થયું છે. અલગ અલગ મુદે કવોરી સંચાલકો છેલ્લા 17 દિવસથી હડતાળ પર હતા. જે નિરાકરણ આવતાની સાથે કવોરી ઉદ્યોગ ફરી એકવાર ધમધમશે. ક્વોરી ઉદ્યોગના અલગ અલગ પડતર પ્રશ્નોને પગલે અચોક્કસ મુદતની હડતાળને રાજ્યના 3 હજાર ક્વોરીના માલિકોએ સમર્થન કરતા ગુજરાત સહિત તાપી જિલ્લામાં આવેલા કવોરી ઉદ્યોગો ફરી ચાલુ થતાં જોવા મળશે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.