Bjp Vs Bjp: રાજકોટમાં આજી નદીને પ્રદુષિત થતા બચાવવા ભાજપના ધારાસભ્ય મેદાને

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 30, 2022, 7:57 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

રાજકોટ મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂનની(Rajkot Municipal Corporation)કામગીરીને લઇને ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે( BJP MLA Govind Patel )સવાલો ઉઠાવ્યા છે. જેમાં તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટએ કાયમી પાણીની (Aji river) તંગીવાળું શહેર છે. પાણીનો બચાવ થાય, વરસાદી પાણીનો સંગ્રહ થાય તેના માટે આજી નદીનો પટ અને કાંઠા ચોખ્ખા થાયએ જરૂરી છે, પરંતુ મહાનગરપાલિકા પ્રિ-મોન્સૂનની કામગીરીમાં ગટરના કામ કરે છે પણ આજી નદીનું શુદ્ધિકરણ કરતી નથી. આથી રાજકોટનું જળસ્તર ઊંચુ આવતું નથી તેવું જણાવ્યું છે.આ સાથે ગોવિંદ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આજી નદીના શુદ્ધિકરણ માટે અમે 180 કરોડની રકમ ફાળવીશું તેવું જણાવ્યું છે. આ રકમ આવે તેની પ્રોસેસ થાય, ટેન્ડર નીકળે વગેરેમાં ત્રણ-ચાર મહિનાનો સમય લાગી શકે છે. જેમાં આખું ચોમાસુ વીતી જાય એટલે હું મ્યુનિ. કમિશનર અને મેયરને રજૂઆત કરી માગણી કરવાનો છું કે, સરકારમાંથી રૂપિયા જ્યારે આવે ત્યારે પણ આપણે થોડી રકમ ખર્ચીને નદીની અંદર જે કચરો પડ્યો છે તેમજ નદીનું પૂરાણ થયું છે તેને ઉપાડી લઈએ.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.