આનંદીબેન પટેલે MN કોલેજ સાથેના સ્મરણોને કર્યા યાદ

By

Published : Oct 7, 2022, 10:12 AM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

thumbnail

વિસનગર આઝાદીના 75માં વર્ષને લઈને દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ ઉજવાય રહ્યો છે, ત્યારે વિસનગર ખાતે આવેલા ગાયકવાડ સમયે અમદાવાદથી અજમેર સુધી ઉચ્ચ શિક્ષણની કોઈ સંસ્થા નથી તેવામાં નિર્માણ પામેલ પ્રાચીન એમ.એન કોલેજને 75 (Visnagar MN College) વર્ષ પૂર્ણ થતા કોલેજ પરિવાર દ્વારા ઉજવણીનું આયોજન કરાયું હતું. જેમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન (Anandiben Patel Visnagar)પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે આનંદીબેન પટેલ દ્વારા કોલેજમાં નવીન આકાર પામનાર વિજ્ઞાન ભવન અને સેમિનાર હોલના કાર્યનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આનંદીબેન પટેલ વિસનગરની એમ.એન. કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હોય તેઓએ તેમના અભ્યાસ કાળના સ્મરણોને યાદ કર્યા હતા. વિદ્યાર્થીઓને તેમના ઉજ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને વિદ્યાર્થીઓને મેડલ સાથે સન્માન પત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ કોલેજ પરિવાર પૂર્વ વિદ્યાર્થીઓ અને જિલ્લાના આગેવાનો સામાજિક કાર્યકરો સહિતના શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા. (program in MN College)

Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.