અંબાજીમાં ગિરિમાળાના પથ્થરો પર 20 દિવસ સુધી જોવા મળશે શિલ્પ કારીગરી, શિલ્પ સંગમનો કરાયો પ્રારંભ - અંબાજી સિપ્તિ સંસ્થા
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠા: અંબાજીમાં આવેલી સપ્તિ સંસ્થા ખાતે પ્રથમ આંતરરાષ્ટ્રીય સિમ્પોઝિયમ 'શિલ્પ સંગમ'નો પ્રારંભ થયો છે. જેમાં વિશ્વના 10 દેશોના 12 મૂર્તિકારોએ ભાગ લીધો છે. જિલ્લાના કલેક્ટર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સાથે જ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સપ્તિ સંસ્થાએ વિદેશી મૂર્તિકારોને પણ આમંત્રણ પાઠવ્યું છે. સપ્તિના અધિકારીગણ સાથે બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલ બનાસકાંઠા ડીડીઓ સ્વપ્નિલ ખેર સહિત નીતિન દત્ત, વીણાબેન પંડ્યા સહિત વિવિધ અધિકારીઓનું પણ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિદેશના જે ઉત્તમ શિલ્પકારો છે. તેઓ પણ આ કાર્યક્રમમાં આવીને ઘણા જ ખુશ થયા હતા. અહીં તેમનું પણ આ સંસ્થા દ્વારા ફૂલહાર પહેરાવીને સ્વાગત કરાયું હતું.
આર્ટિસ્ટ માર્બલના અલગ અલગ પથ્થરોના ઉત્તમ મૂર્તિકારો છે અને તેમણે તેમના દેશમાં પણ નામ રોશન કર્યું છે. આ મૂર્તિકારો અંબાજી ખાતે આવીને તેમની જે કારીગરી છે. તેમનું પણ કારીગરીનો નમૂનો બતાવ્યો હતો. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, અમને ગુજરાત આવીને અને ભારતમાં આવીને ઘણું જ સારું લાગ્યું છે. 20 દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં વિદેશથી આવેલા મૂર્તિકારો માટે પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને તેઓ અહીં 20 દિવસ સુધી રહીને અંબાજીની અરવલ્લી ગિરિમાળાના પથ્થરોની શિલ્પ કારીગરી કરશે. અંબાજી ખાતે નીતિન દત્ત સેન્ટર ડાયરેક્ટર સાપ્તિ અને વીણાબેન પડ્યા સ્ટેટ ડાયરેકટર હાજર રહી આ વિદેશી કલાકારો સાથે જોડાયા હતા.