Ahmedabad Crime: એક વર્ષથી હત્યાના ગુનાના નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી લીધો - Crime
🎬 Watch Now: Feature Video
Published : Dec 30, 2023, 10:00 AM IST
અમદાવાદ: શહેરમાં અનેક હત્યાઓના બનાવો બનતા હોય છે. જેમાં આરોપીઓ પોલીસને હાથતાળી દઈ નાસ્તા ફરતા હોય છે. ત્યારે અમદાવાદ સાઇબર ક્રાઈમ દ્વારા ટેકનિકલ મદદથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. વર્ષ 2022માં રામોલ પોલીસ સ્ટેશન ખાતે હત્યા સહિતની કલમો હેઠળ ખૂનનો ગુનો દાખલ થયો હતો. જેમાં આરોપી ફરાર હતો. એક વર્ષથી ઓળખ છુપાવી અન્ય રાજ્યોમાં સંતાયેલ આ આરોપીને પોલીસે ઝડપી લીધો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી અગાઉ છ જેટલા ગુનામાં પકડાયેલ છે. જેમાં નડિયાદ પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં, વટવા પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં, અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો, નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. રામોલ પોલીસ સ્ટેશનમાં રાઇટીંગ ગુનામાં અને ખોખરા પોલીસ સ્ટેશન ખાતે લૂંટના ગુનામાં ઝડપાયો હતો ત્યારબાદ હત્યા કરી ફરાર થયેલ આરોપીને પોલીસે ઝડપી લીધો છે ત્યારે ગુનાહિતમા સંડોવાયેલા આરોપીને ઝડપી લઇ પુરાવા મેળવવા તજવીજ હાથ ધરી છે