અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ જાહેરનામા સહિત અપાઇ મહત્ત્વની જાણકારી - ડ્રિંક એન્ડ ડ્રાઈવ
🎬 Watch Now: Feature Video
Published : Dec 25, 2023, 8:56 PM IST
અમદાવાદ : કાંકરિયા કાર્નિવલ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિત જાહેરનામા અંગે ડીસીપી કંટ્રોલ દ્વારા માહિતી આપવામાં આવી છે. કાંકરિયાના 3 એન્ટ્રીગેટ અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટેના સ્થળ પર પોલીસનો બંદોબસ્ત રહેશે. કાંકરિયા કાર્નિવલ ખાતે 3 પોલીસ કંટ્રોલ કાર્યરત કરાયા છે અને રાઉન્ડ ધ ક્લોક ત્રણ શિફ્ટ પોલીસ બંદોબસ્ત રહેશે. જેમાં 2 ડીસીપી, 6 એસીપી, 16 પીઆઇ ,63 પીએસઆઈ, 13 મહિલા પીએસઆઇ 760 પોલીસ જવાનો ,250 મહિલા પોલીસકર્મી, 1 એસઆરપી કંપની, 150 હોમગાર્ડ જવાનો બોડી વોર્ન કેમેરા, વોચ ટાવર, ડ્રોન કેમેરા સહિત મહિલાની SHE ટીમ કાર્યરત કાંકરિયા કાર્નિવલ દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા " નો યુટર્નનું અલગથી જાહેરનામું અમલમાં મૂકવામાં આવશે. આ સાથે નવા વર્ષના ઉજવણી અંગે પોલીસ કમિશનરના જાહેરનામામાં ગ્રીન ક્રેકર્સનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે, સાથે સાયલન્ટ ઝોન અને જાહેર રોડ રસ્તા ઉપર ફટાકડા ફોડવા અંગે પ્રતિબંધ મૂકાયો છે. નવા વર્ષના ઉજવણી માટે રાત્રિના 11: 55 થી રાત્રિના 12:30 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે. નાતાલ અને ન્યુ યરના સેલિબ્રેશનમાં કેફી પદાર્થ પી વાહન ન ચલાવવા જણાવાયું છે તો સાથે જ અમદાવાદ શહેર પોલીસને સ્પેશિયલ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસો કરવા આયોજન કરવા સૂચના આપવામાં આવી છે.