Actor Sanjay Gordia : ગુજરાતી નાટકોમાં હાસ્ય રસનો પર્યાય બની રહેલા સંજય ગોરડિયા સાથે રસપ્રદ સંવાદ માણો
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : લલિત સાહિત્યમાં સૌથી શ્રેષ્ઠ સ્થાન અને માન જે સાહિત્યસ્વરુપને આપવામાં આવે છે તેવા નાટક ક્ષેત્રમાં અદભૂત નામના પામેલા નાટ્ય કલાકાર, નિર્માતા સંજય ગોરડિયા અમને ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલમાં મળ્યાં હતાં. તેઓની સાથે ગુજરાતી નાટકોના નિર્માણ, વિષય વસ્તુ સહિત તેમના પોતાના વિશે પણ રસપ્રદ વિગતો સાથે ટૂંક મુલાકાત કરવામાં આવી હતી. સંજય ગોરાડિયા એક મંજાયેલા અભિનેતા તો છે જ, સાથે દિગ્દર્શક અને નિર્માતા પણ છે. તેમણે 100 કરતાં વધુ ગુજરાતી નાટકોનું નિર્માણ કર્યું છે અને અભિનય કર્યો છે.
તેમણે ઘણી હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે તો ટીવી શોનું નિર્માણ પણ કર્યું છે. તેમની શરુઆતની કારકિર્દીની વાત કરીએ તો તેમણે 1979માં લતેશ શાહ દિગ્દર્શિત નાટક પગલા ઘોડા સાથે બેકસ્ટેજમાં થિયેટર કારકિર્દીના પગરણ મંડાયા હતાં. હાસ્ય રસના બાદશાહ તરીકે ચાહકો જેમને ઓળખે છે તેવા સંજય ગોરડિયાના નાટકોના સંવાદમાં ચમત્કૃતિનો આગવો સ્પર્શ જોવા મળે છે. તેવો જ અહેસાસ તેમની સાથેની ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ દરમિયાનની આ વાતચીત પણ સંજય ગોરડિયાના વ્યક્તિત્વનો હૂંફાળો સ્પર્શ કરાવી રહી છે. ઈટીવી ભારત સાથેની વિશેષ વાતચીતમાં તેમણે અનેક વિષય પર પ્રતિધ્વનિ આપ્યો હતો.