નવસારીમાં ગણેશ વિસર્જન યાત્રામાં દુર્ઘટના ઉમંગ માતમમાં ફેરવાયો - નવસારીમાં ગણેશ વિસર્જન યાત્રામાં અકસ્માત મોત
🎬 Watch Now: Feature Video
આજે અનંત ચતુર્દશી 2022 ના દિવસે નવસારીમાં પણ ગણેશ વિસર્જન માટે ધામધૂમથી યાત્રાઓ નીકળી હતી. નવસારીમાં ગણેશ વિસર્જન યાત્રામાં અકસ્માત મોતની ઘટના બની છે. ગણેશ વિસર્જન યાત્રામાં મોતના માતમની ઘટના સામે આવી હતી. નવસારી શહેરના શાકભાજી માર્કેટ નજીકના પેટ્રોલ પંપ પાસે ગણેશ વિસર્જન માટે નીકળેલા મહાલક્ષ્મી મંડળના ટ્રેક્ટરના ટાયર અને ડ્રાઇવર નજીકના પંખાની બેઠક વચ્ચે એક યુવાન ફસાઈ ગયો હતો. તાત્કાલિક ટ્રેકટરને બંધ કરી સ્થળ પર જ રોકી લોકોએ નવસારી ફાયરના જવાનોને જાણ કરતા મહામહેનતે યુવાનને ટાયર અને પંખાની વચ્ચેથી બહાર કાઢ્યો હતો. ગંભીર રીતે ગવાયેલા યુવાનને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ પહોંચ્યા બાદ યુવાનનું આઈસીયુમાં સારવાર દરમિયાન મોત થયું હતું. સમગ્ર ઘટનાને લઈને ગણેશ મંડળ સહિત પરિવારમાં યુવાનના મોતથી ગમગીની પ્રસરી હતી. Ganesh Visarjan in Navsari , Accidental Death in Ganesh Visarjan procession in Navsari , Ganesh Visarjan procession in Navsari , Anant Chaturdashi 2022
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST