Gangotri Accident: ગંગોત્રી નજીક અકસ્માતમાં મોતને ભેટેલા 7 ગુજરાતીઓના મૃતદેહને અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યા
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: ઉત્તરાખંડમાં થયેલા અકસ્માતમાં ગુજરાતના 7 શ્રદ્ધાળુના મૃત્યુ થયા છે. ઉત્તરકાશી ગંગોત્રી હાઇવે પર ગંગોત્રી યાત્રાધામથી પરત ફરતી વખતે યાત્રિકો લઈને આવી રહેલી બસ ઊંડી ખીણમાં ખાબકતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. ગંગના નજીક 100 મીટર ઊંડી ખીણમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ખાબકતા આ ભયાનક અકસ્માતમાં ગુજરાતના ભાવનગરના 7 યાત્રિકોના મોત નીપજ્યા હતા. જોકે બસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બેરિયર તોડીને યાત્રાળુથી ભરેલી બસ ખીણમાં ખાબકી હતી. આ ઘટનાને લઈને ઉત્તરાખંડના CM પુષ્કર ધામીએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તો ભૂપેન્દ્ર પટેલ પણ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી છે. ગુજરાત સરકારે હેલ્પલાઇન નંબર 079 23251900 પણ જાહેર કર્યો છે. અકસ્માતને લઇ ગુજરાત સરકાર સતત ઉત્તરાખંડ સરકારના સંપર્કમાં છે. ત્યારે હાલ આ અકસ્માતમાં મોતને ભેટેલા લોકો પૈકી આજે ગુજરાતના યાત્રિકો જેમના અકસ્માતમાં મોત થયા હતા. તે તમામના મૃતદેહોને અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યા છે.
(૧) સ્વ. કરણસિંહ ભાટી - તા.પાલીતાણા
(૨) સ્વ.અનિરુધ્ધ જોષી – તા.તળાજા એમ કુલ બે મૃતદેહ લાવવામાં આવશે
(૩) સ્વ.દક્ષાબેન મહેતા – તા.મહુવા
(૪) સ્વ.ગણપતભાઇ મહેતા – તા.મહુવા ના મૃતદેહો અમદાવાદ એરપોર્ટ ખાતે લાવશે
(૫) સ્વ.રાજેષભાઇ મેર
(૬) સ્વ. ગીગાભાઇ ભમ્મરનું પાર્થિવ શરીર અમદાવાદ ખાતે પહોંચશે.
કુટુંબનો આધાર ખોયો: આ તમામ મૃતકો ગોઝારા અકસ્માતમાં મોતને ભેટ્યા છે. ત્યારે તેમના પાર્થિવ દેહને લેવા માટે મૃતકના પરિવારજનો અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ગયા છે. અમદાવાદ એરપોર્ટ પર ભારે ગમગીની સાથે આક્રંદના દ્રશ્યો જોવા મળ્યા હતા. ઉત્તરાખંડમાં આજે સર્જાયેલા આ ભયાનક અકસ્માતને પગલે હાલ શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે મૃતકોના કુટુંબીજનો ઉપર પણ હાલ દુઃખના ડુંગર તૂટી પડ્યા છે. કોઈએ કુટુંબનો આધાર ખોયો છે. તો કોઈએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. તો વળી કોઈ અનાથ બનતા સૌ કોઈ કુદરતના આ કેર સામે લાચાર બની આંસુ સારી રહ્યા છે.