જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને આકર્ષવા ખાસ પ્રકારની કરાઇ વ્યવસ્થા

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 30, 2022, 7:59 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

ગુજરાત વિધાનસભાની ચુંટણીને (Gujarat Assembly Election 2022) ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા મતદાન મથકોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેમાં મતદારોને આકર્ષવા માટે આ વખતે મોડલ મતદાન મથક સાથે સખી, દિવ્યાંગ અને ઇકો ફ્રેન્ડલી મતદાન મથકો પણ બનાવવામાં આવ્યા છે. જેમાં જિલ્લાની 4 વિધાનસભા બેઠકોમાં કુલ 1147 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાંથી વિવિધ થીમ ઉપર કુલ 40 વિશેષ મતદાન મથકો પણ તૈયાર કર્યા છે. જેમાં દરેક વિધાનસભામાં 1-1 સુવિધાયુક્ત મોડલ મતદાન મથક બનાવવામાં આવ્યુ છે. 175 - નવસારી વિધાનસભામાં વોર્ડ નંબર 13 માં આવેલી કોન્વેન્ટ સ્કૂલમાં બુથ નંબર 84 ને મોડલ મતદાન મથક બનાવ્યું છે. અહીં મતદાન કરવા આવતા મતદારોને બેસવા માટે મંડપની વ્યવસ્થા કરવા સાથે સુશોભિત કરવામાં આવ્યું છે. અહીં આવતા મતદારોને કોઈ મુશ્કેલી ન પડે એની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે શાળાના બાળકો દ્વારા મતદાન જાગૃતિ માટે બનાવેલા ચિત્રોની પ્રદશની પણ કરવામાં આવી છે. જેની સાથે જિલ્લામાં નવી ત્રણ થીમ ઉપર મતદાન મથકો(Polling stations) બનાવવામાં આવ્યા છે. જેમાં દરેક બેઠકમાં મહિલા સશક્તિકરણને ધ્યાનમાં રાખીને સાત સખી મતદાન મથકો બનાવાયા છે. જેમાં મતદાન મથકોનું સંચાલન મહિલાઓ જ કરશે. એ જ રીતે ચારેય વિધાનસભાઓમાં 4 દિવ્યાંગ મતદાન મથકો તૈયાર કર્યા છે. જેમાં દિવ્યાંગ કર્મચારીઓ જ મતદાન પ્રક્રિયા કરાવડાવશે. જ્યારે મતદારોમાં પર્યાવરણ જાળવણીનો સંદેશ પહોંચે, એ માટે જિલ્લામાં 4 ઇકો ફ્રેન્ડલી મતદાન મથકો બનાવાયા છે. વન વિભાગ અને GPCB દ્વારા વાંસ, ઘાસ અને ફૂલોથી સુશોભિત આ મતદાન મથકોમાં આવતા જ મતદારો શુદ્ધ વાતાવરણનો અનુભવ કરશે. આ મતદાન મથકોમાંનો પ્લાસ્ટિકનો સંદેશ આપી, મતદારોને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા(Voters to avoid using plastic) માટે પ્રેરિત કરાશે. જિલ્લામાં દસ લાખથી વધુ મતદારો તારીખ 1 લી ડિસેમ્બરે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ભાવિ જનપ્રતિનિધિનુ ભવિષ્ય ઇવીએમમાં(future is captured in EVMs) કેદ કરશે. જિલ્લા કલેકટરે મતદારોને વધુમાં વધુ મતદાન કરવા સાથે નવસારી મતદાન ટકાવારીમાં પણ પ્રથમ હરોળમાં આવે એવી અપીલ કરી છે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.