એક ધડાકો અને 7 જિંંદગી હોમાઈ, સુરતની સચિન જીઆઈડીસી કંપનીમાં બ્લાસ્ટની દર્દનાક ઘટના - સુરત પોલીસ
🎬 Watch Now: Feature Video
Published : Nov 30, 2023, 5:07 PM IST
સુરત: સચિન જીઆઈડીસીમાં આવેલી એથર કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં 7 કામદારો દર્દનાક મોત થયાં છે, જ્યારે 27 જેટલાં કામદારો દાઝ્યા છે, તેમાંથી પણ કેટલાંક જીવન-મરણ વચ્ચે ઝઝુમી રહ્યાં છે. આ ઘટનાએ સૌ કોઈને હચમચાવી દીધા છે. આ ભયાનક ઘટનાની કરૂણતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે, જે સાત લોકોના મૃત્યુ થયાં છે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ છે. આથી મૃતકોની ઓળખ માટે ડીએનએનો સહારો લેવામાં આવી રહ્યો છે. જોકે, આ મામલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. જીપીસીબીના પ્રાદેશિક અધિકારી ડો. જીજ્ઞાશા ઓઝાએ આ ઘટનાને એક અકસ્માત ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, પ્રાથમિક ધોરણે હાલ કંપનીની ભૂલ હોય તેવું લાગતું નથી. પરંતુ 7-7 જિંદગીઓને ભરખી જનારી આ કંપનીમાં કઈ રીતે આવી ભયાનક ઘટના બની કેવી રીતે તે એક સૌથી મોટો સવાલ છે.