Maha Shivaratri 2022: મહાશિવરાત્રીના દિવસે વાંકાનેરમાં પૂર્વ રાજવી પરિવારના યુવરાજનો રાજતિલક સમારોહ યોજાયો
🎬 Watch Now: Feature Video
મોરબીની બાજુમાં રતન ટેકરી ઉપર આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે (Morbi Jadeshwar Mahadev Temple)માત્ર ગુજરાત પરંતુ ગુજરાત બહાર અન્ય રાજ્યોમાંથી પણ લોકો શિવજીના દર્શન (Maha Shivaratri 2022)કરવા માટે આવ્યા હતા અને પૂજન અર્ચન કરીને ધન્યતા અનુભવ હતી. શિવરાત્રીના દિવસે શિવજીના પૂજન અર્ચનનો અનેરો મહિમા હોય છે. દેશના દરેક ખૂણામાં આવેલા શિવ મંદિરોમાં ભક્તો દ્વારા શિવરાત્રીના દિવસે વિશેષ પૂજન અર્ચન અને મહાઆરતી મહાપ્રસાદ સહિતના આયોજનો કરવામાં આવતા હોય છે.ત્યારે મોરબીની નજીક રતન ટેકરી ઉપર આવેલ સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષે શિવરાત્રીના દિવસે પૂજન અર્ચન અને મહાપ્રસાદ સહિતના આયોજનો કરવામાં આવે છે. શિવરાત્રીના દિવસે વાંકાનેરના પૂર્વ રાજવી પરિવારના યુવરાજ કેસરીસિંહ ઝાલા સહિતના અનેક શિવભકતોએ શિવજીનું (Rajatilak of the Rajvi of Wankaner )પૂજન અર્ચન કર્યું હતું. રાજતિલક મહોત્સવની શરૂઆત શિવની આરાધના કરી કરવામાં આવી હતી.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST