દુબઇના બુર્જ ખલીફામાં નવા વર્ષના સ્વાગતમાં કરાઇ આતશબાજી - દુબઇના બુર્જ ખલીફા
🎬 Watch Now: Feature Video
દુબઇ : સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણી ઘામધૂમથી કરવામાં આવી છે. સિડની, થાઈલેન્ડમાં ચાઓ ફ્યા નદીની આસપાસ લોકોએ આતાશબાજી કરી હતી તો ફિલિપાઇન્સથી લઇ દુબઇમાં બુર્જ ખલીફામાં યુવાઓ હિલોળે ચડ્યા હતાં. નવા વર્ષને લઇને વિવિધ ડાન્સ પાર્ટી, ધમાલ સાથે ઉજવણી કરવામાં આવી છે. જેના પગલે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્ષ 2020ની ઉજવણીની શરૂઆત થઇ ચૂકી છે. જે તે દેશમાં સ્થાનિક સમય પ્રમાણે આ નવા વર્ષની ઉજવણી સિડનીથી લઇને ઉત્તર કોરિયા, થાઇલેન્ડ, ભારત, યુએઇ, રશિયા, યુકે, બ્રાઝીલ અને અમેરિકા સુધી પહોંચશે. સૌથી છેલ્લે હવાઇમાં નવા વર્ષની ઉજવણી કરાઇ હતી.