IND vs WI : ભારતે ટોસ જીતીને બેટીંગ પસંદ કરી, 50 રનની અંદર 3 વિકેટ ગુમાવી - અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
🎬 Watch Now: Feature Video
આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિંઝ વચ્ચે (India West Indies ODI match at Narendra Modi Stadium) ત્રીજી અને છેલ્લી વનડે મેચ (India West Indies One Day Series) રમાઈ રહી છે. જેમાં ભારતે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારત શરૂઆતી બંને મેચ જીતીને સિરીઝ 2-0થી પોતાના નામે કરી ચૂક્યું છે. ઈન્ડિયન ટીમે બીજી વનડે મેચમાં 50 રનની અંદર 3 વિકેટ ગુમાવી દીધી હતી. તેવામાં ત્રીજી અને છેલ્લી વનડેમાં પણ ભારતીય ટીમના ટોપ-3 બેટર કંઈ ખાસ કરી શક્યો નહોતા, અને રોહિત- વિરાટ પછી શિખર ધવન પણ 10 રન કરી પેવેલિયન ભેગો થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતે 42 રનમાં 3 મહત્ત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી હતી.
Last Updated : Feb 3, 2023, 8:11 PM IST