પાલીકાના પાપે લોકો પરેશાન, મહિલાની કાર ફસાતા ઉધડો ઠાલવ્યો - પાલીકાના પાપે લોકો પરેશાન મહિલાની કાર ફસાતા ઉધડો ઠાલવ્યો
🎬 Watch Now: Feature Video
રાજકોટ: વરસાદને લઈને મહાનગરપાલિકાની કામગીરીથી લોકો પરેશાન થયા છે અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. રાજકોટમાં ઝરમર વરસાદ વરસ્યો હતો અને બાદમાં 11 વાગ્યા બાદ ધીમીધારે વરસાદ (rajkot rain effect) શરૂ થયો હતો. શહેરના 150 ફૂટ રિંગ રોડ, રેસકોર્સ રિંગ રોડ, જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞીક રોડ, માધાપર ચોકડી, કાલાવડ રોડ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો હતો. રાજકોટમાં વરસાદને કારણે યુનિવર્સિટી રોડ પર મનપા દ્વારા રસ્તાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ વાહન ચાલકોને એલર્ટ કરતા બોર્ડ લગાવેલા ન હોવાથી એક ઇનોવા કાર ખાડામાં ફસાઇ ગઈ હતી, જેમાં કારના આગળના વ્હિલ ખાડામાં ખૂંચી ગયા હતા ત્યારે મહિલા કાર ચાલકે મનપા સામે રોષ વ્યક્ત કર્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST
TAGGED:
rajkot rain effect