અંબાજી માતાના ચાચરચોકમાં ગરબાની રમઝટ, ભક્તો થયા ધન્ય - અંબાજી ચાચર ચોક ખાતે ભક્તોએ ગરબા રમ્યા હતા
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠામાં આવેલ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે. કાલે શનિવારે પૂનમ છે, તે અગાઉ અંબાજી માની ધજા લઈને પદયાત્રા કરીને સંઘો અંબાજી પહોંચી રહ્યા છે. અંબાજી મા ના ભક્તોથી ઉભરાયું છે. રાત્રિના બાર વાગ્યા સુધી અંબાજી મા ના દર્શન ખુલ્યા રખાયા છે. જય જય અંબે... બોલ મારી અંબેના નાદથી અંબાજી ગુંજી ઉઠ્યું છે. અંબાજી મંદિરને અનેક લાઈટોની રોશની શણગાર કરાયો છે. રાત્રિના સમયે અંબાજી મા નો દરબાર ઝગમગી રહ્યો છે. અને ભક્તો મા ના દર્શન કરીને ધન્ય બની રહ્યા છે. અંબાજી માતાના ચાચર ચોકમાં નવરાત્રિ અગાઉ માઈ ભક્તો ગરબે રમીને જગતજનની મા ના અનોખી ભક્તિ કરી રહ્યા છે. ચાચર ચોકમાં ગરબા રમાતા હતા, ત્યારે અદભૂત અને અલૌકિક દ્રશ્યો જોવા મળ્યા હતા. Bhadarvi Poonam Maa Jagdamba Devotees played Garba, Devotees played Garba at Ambaji Chachar Chowk, Ambaji Maa Darbaar, Bhadravi Poonam Fair, Gujarat Tourism Ambaji, Ambaji Tourism Fair, Ambaji Mata Chachar Chowk
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST