સુરતમાં 3 મહિનાથી મચ્છી માર્કેટ બંધ રહેતા મનપા કચેરીએ મહિલા વેપારીઓના ધરણા - અનલોક-1
🎬 Watch Now: Feature Video
સુરતઃ અનલોક-1 બાદ સુરતમા સતત કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે. જેને લઇને સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમા કલ્સ્ટર ઝોન જાહેર કરવામા આવ્યા છે. સાથો-સાથ જે તે વિસ્તારની શાક માર્કેટ, મચ્છી માર્કેટ પણ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જેને કારણે સ્થાનિક મચ્છી માર્કેટમા વેચાણ કરતી મહિલાઓ મનપા કચેરી ખાતે પહોંચી હતી અને ધરણાનો કાર્યક્રમ યોજયો હતો. મહિલાઓનું કહેવું છે કે, છેલ્લા ત્રણ મહિનાથી મચ્છી માર્કેટ બંધ રાખવામા આવ્યું છે. જેને કારણે પરિવારજનોનુ ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. જો માર્કેટ શરૂ કરવામા આવશે તો તમામ પ્રકારની ગાઇડલાઇનનુ કડકપણે અમલ કરવામા આવશે, સાથેસાથે વેચાણ પણ સોશિયલ ડિસ્ટસીંગ મુજબ જ કરવામા આવશે તેવી બાહેંધરી પણ આપી હતી. જો માર્કેટ વહેલી તકે શરૂ કરવામા નહિ આવે તો આગામી સમયમા મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામા આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.