વડોદરા શહેરના સમા-સાવલી રોડ ઉપર વિશ્વામિત્રી નદીમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો - death body
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ શહેરના સમા-સાવલી રોડ પર આવેલી વિશ્વામિત્રી નદીમાં શુક્રવારના રોજ એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો, સ્થાનિક રહીશોએ આ અંગે પોલીસને જાણ કરતાં સમા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને બહાર કાઢીને પોસ્ટ મોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. બીજી તરફ સ્થાનિક રહીશોએ ઘટના અંગે જણાવ્યું કે, આ યુવાન ગુરૂવારના રોજ બપોરે ન્હાવા માટે નદીમાં ઉતર્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ અજાણ્યો વ્યક્તિ બપોરે ઉપરથી છલાંગ મારી વિશ્વામિત્રી નદીમાં ન્હાવા માટે ઉતર્યો હતો જોકે, નદીમાં મગરોએ બચકું ભરતા તેનું મોંત થયું હતું અને શુક્રવારના રોજ તેનો મૃતદેહ મળી આવ્યો હતો.