વડોદરામાં રાજ્યના પોલીસ વડાની હાજરી વચ્ચે સ્ટેટ વિજિલન્સ અને ક્રાઈમ બ્રાન્ચેએ રેડ પાડી 8 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપ્યો - વિદેશી શરાબ
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ રાજ્યના પોલીસ વડાની હાજરી વચ્ચે સ્ટેટ વિજિલન્સની રેડ બાદ ક્રાઈમ બ્રાન્ચે પણ સયાજીગંજ પારસી અગિયારી મેદાનમાંથી 8 લાખથી વધુનો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. વડોદરામાં રાજ્યના પોલીસવડની હાજરી વચ્ચે સયાજીગંજ વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ સ્કવોર્ડ ત્રાટક્યું હતું. સ્ટેટ વિજિલન્સ સ્કવોર્ડ અટલાદરાના બુટલેગર કાલાઘોડા નજીક રાજશ્રી ટોકીઝ પાસેની ગલીમાંથી દારૂની બે પેટીઓ સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે, ક્રાઈમ બ્રાન્ચે સયાજીગંજ પારસી અગિયારી કમ્પાઉન્ડમાં આવેલા ગોડાઉનમાં રેડ કરી 8,48,640ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી એક ટેમ્પો, બે મારુતિ અને એક રીક્ષા કબ્જે કરી હતી. પોલીસ તપાસમાં સપ્લાયર કારેલીબાગના પરેશ ઉર્ફે ચકાનું નામ ખુલ્યું છે. હાલ, તેને વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.