વડોદરાના દરજીપુરામાં પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિક લોકોએ માટલા ફોડીને વિરોધ નોંધાવી, આંદોલન યથાવત રાખ્યું - વિકાસના નામે મીંડું
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ મહાનગર પાલિકામાં સાત ગામોના સમાવેશને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો છેલ્લાં પાંચ વર્ષોથી પાલિકામાં સમાવિષ્ટ એવા દરજીપુરામાં વિકાસના નામે મીંડું છે. પ્રાથમિક સુવિધાઓ નહીં મળતા છેલ્લા ત્રણ દિવસથી સ્થાનિક લોકો સાથે આમ આદમી પાર્ટી દ્વારા તંત્ર વિરુદ્ધ આંદોલન છેડ્યું છે. બુધવારના રોજ પાલિકાની વડી કચેરીએ દરજીપુરાનાં લોકોએ પ્લેકાર્ડ, પોસ્ટરો સાથે દેખાવો કર્યા બાદ ગુરૂવારના રોજ દરજીપુરા ગામ ખાતે માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ જાડી ચામડીના અધિકારીઓ અને સત્તાધીશોના પેટનું પાણી નહીં હાલતાં મહિલાઓએ માટલા ફોડી તંત્ર વિરુદ્ધ ભારે સુત્રોચ્ચારો પોકારી આક્રોશ ઠાલવ્યો હતો.