વડોદરાઃ આશા વર્કરને યોગ્ય વળતર ચૂકવવા સહિતની માગ સાથે કોર્પોરેશનમાં કરાઇ રજૂઆત - President of Mahila Shakti Sena
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ શહેરમાં કોરોના મહામારીમાં બેખૌફ ફરજ બજાવતી આશા વર્કર બહેનોને યોગ્ય વળતર ચુકવવા તેમજ કોરોના ટેસ્ટ કરાવવા અને કોરોનાગ્રસ્ત આશા વર્કર બહેનોની સારવાર સરકાર ઉઠાવે તેવી માગણી સાથે કોર્પોરેશન ખાતે રજૂઆત કરવામાં આવી હતી. કોર્પોરેશન ખાતે મહિલા શક્તિ સેના દ્વારા આશા વર્કરની માગણી મુદ્દે સૂત્રોચ્ચા કરવામાં આવ્યાં હતાં. આ સંદર્ભે મહિલા શક્તિ સેનાના પ્રમુખ ચંદ્રીકાબેન સોલંકીએ જણાવ્યું હતું કે , કોરોના મહામારીમાં આશા વર્કર બહેનો બેખૌફ કામગીરી કરે છે. ઘર-પરિવારની ચિંતા કર્યા વગર આશા વર્કર બહેનો ઘરે-ઘરે જઈ સરવે કરે છે. આ કામગીરી માટે આશા વર્કર બહેનોને વળતર ચુકવવામાં આવતુ નથી. વડોદરા અર્બન હેલ્થ સેન્ટરની આશા વર્કર બહેનો આર્થિક સંકળામણ અનુભવી રહી છે.