વડોદરાઃ પાદરા તાલુકાના પાટોદમાં ઝાડ પર દોરીમાં ફસાયેલા વાંદરાના બચ્ચાનું રેસ્ક્યુ કરાયું - Monkey cub rescued in Patod village
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ જિલ્લાના પાદરા તાલુકાના પાટોદ ગામે ઝાડ પર ચાઈનીઝ દોરીમાં ફસાયેલા વાંદરાના બચ્ચાને પ્રાણી જીવ રક્ષક સંસ્થા દ્વારા રેસ્ક્યૂ કરી સહી સલામત છોડી દેવાયું હતું. પાટોદ ગામે એક ઝાડ પર વાંદરાનું બચ્ચુ પતંગની ચાઈનીઝ દોરીમાં ફસાયું હતું, અને દોરી માથી છૂટવા ભારે પ્રયત્ન કરી રહ્યું હતું, જેથી ગ્રામજનોની નજર પડતા પાદરા પ્રાણી જીવ રક્ષક સંસ્થાને જાણ કરતા રોકી આર્યાની ટીમે ઝાડ પર ફસાયેલા વાંદરાના બચ્ચાને રેસ્ક્યૂ કરી સહી સલામત છોડી મુકાયું હતું.