સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દિવના ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે વિશાલ પટેલની વરણી - વિશાલ પટેલ
🎬 Watch Now: Feature Video
સેલવાસ: ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશ ભાજપની બેઠક અટલ ભવન ખાતે પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલની અધ્યક્ષતામાં મળી હતી, અને તે પછી મંગળવારે પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા રાજ્યના 'યુવા મોરચા પ્રમુખ'ના નામની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં વિશાલ પટેલને રાજ્યના યુવા મોરચાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિશાલ પટેલે પાર્ટીનો આભાર માન્યો હતો. અને તમામ વરિષ્ઠ પદાધિકારીઓનો આભાર માનતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પાર્ટીને વધુને વધુ મજબૂત બનાવવા યુવાનોને પાર્ટી સાથે જોડશે. રાજ્યના તમામ યુવાનોની સમસ્યાઓ હલ કરવા માટે નિષ્ઠાવાન પ્રયાસો કરવાની મહેચ્છા પ્રગત કરી હતી. કાર્યક્રમમાં દિપેશ ટંડેલ, રાજ્ય સંગઠન મહામંત્રી વિવેક દાડકર, પૂર્વ પ્રદેશ પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર, સિલ્વાસા જિલ્લા પ્રમુખ અજય દેસાઇ, શહેર પ્રમુખ આશિષ ઠક્કર, સિલવાસા નગરપાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ, મનીષ દેસાઈ, હિતેશ લાડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.