સુરત રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે
સુરત: રેલવે વિભાગ અને સુરત મહાનગરપાલિકાની મેડિકલ ટીમ દ્વારા ઈન્ફ્રારેડ થર્મોમીટરમાં સ્ક્રીનિંગ દરમ્યાન જો કોઈ વ્યક્તિનું તાપમાન 100 ફેરનહીટથી વધુ જણાઈ આવે તો તેઓને સુરતની નવી સિવિલ હોસ્પિટલ તેમજ સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવાની તૈયારી તંત્ર દ્વારા દર્શાવવામાં આવી છે. રેલવે વિભાગ દ્વારા ખાસ ટીમ તૈયાર કરવામાં આવી છે. રેલવેમાં આવતા તમામ યાત્રીઓને સેનેટાઈઝર પણ કરવામાં આવી રહ્યા છે.